જામનગર શહેરમાં મોરકંડા રોડ પર ગરીબ નવાઝ બાલમંદિરવાળી શેરીમાં રહેતાં વેપારી યુવાને પાંચ ટકા વ્યાજે લીધેલી એક લાખની રકમની વ્યાજ સહિત ચૂકવણી કર્યા હોવા છતાં વ્યાજખોરે વેપારી યુવાનના સહિ કરેલા કોરા ચેક રિટર્ન કરાવી વ્યાજની ઉઘરાણી સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર ગરીબ નવાઝ બાલમંદિરવાળી શેરીમાં રહેતાં વેપારી જાબીરભાઈ રહેમાનભાઈ ચૌહાણ નામના યુવાને મકવાણા સોસાયટીમાં રહેતાં ઈકબાલ કાસમ ગાદ નામના વ્યાજખોર પાસેથી રૂા.1 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને આ રકમની સિકયોરિટી પેટે વેપારીના સહી કરેલા બે કોરા ચેક આપ્યા હતાં. વેપારીએ આ રકમનું વ્યાજ સહિત ત્રણ લાખ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરે વેપારીનો ચેક રિટર્ન કરાવી અને વધુ રકમની પઠાણી ઉઘરાણી કરતો હતો. જેથી વેપારીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.