જામજોધપુર પોલીસ દ્વારા એક શખ્સને રૂપિયા 11,500 ની કિંમતની 23 નંગ અંગ્રેજી દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનના પો. કો. ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાની સૂચના અનુસાર પી.આઇ. એમ.એન. ચૌહાણ, હે.કો. પ્રજ્ઞરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઇ ગાગિયા, માનસંગભાઇ ઝાપડિયા તથા રિધ્ધિબેન વાડોદરિયા સહિતના સ્ટાફ દ્વારા સિદસર ગામ ગૌશાળા બાજુ જતા કાચા રસ્તા ખાતેથી સવલસિંહ વિસતા ગાડરિયા નામના શખ્સને રૂપિયા 11,500 ની કિંમતની 23 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.