લાલપુર તાલુકાના મુરિલા ગામમાં રહેતો યુવાન શુક્રવારે સવારના સમયે તેની બાઇક પર જતો હતો તે દરમિયાન પૂરઝડપે-બેફીકરાઈથી આવતી કારના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મુરિલા ગામમાં રહેતાં ધવલભાઈ સોચા નામનો યુવાન શુક્રવારે સવારના 8:00 વાગ્યાના અરસામાં તેના બાઈક પર ગામ નજીકના પાકા રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન પૂરઝડપે-બેફીકરાઇથી આવતી જીજે-37-જે-9517 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા યુવાનના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. રાજદીપ સોચા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.