ભાણવડ તાલુકાના સેવકદેવળિયા ગામે નદીના કાંઠે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં પાંચ શખ્સોને ભાણવડ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ ભાણવડ તાલુકાના સેવકદેવળિયા ગામે નદીના કાંઠે બાવળની ઝાળીમાં તિનપત્તીનો જુગાર રમાતો હોવાની ભાણવડ પોલીસના પોકો શક્તિસિંહ ઝાલા તથા મનહરસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પીએસઆઇ પી.ડી. વાંદા તથા એએસઆઇ ગિરીશભાઇ ગોજીયા, હેકો કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા,પોકો શક્તિસિંહ ઝાલા, મનહરસિંહ જાડેજા, વેજાણંદભાઇ બેરા તથા વિપુલભાઇ મોરી સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન આમદ જુમા ઘુઘા, આમદ સુમાર ઘુઘા, હારુન મામદ શમા, આમદ ઉર્ફેે ભોપરી રેહમતુલ્લા ઘુઘા તથા ઇબ્રાહીમ હાસમ ઘુઘા નામના પાંચ શખ્સોને રૂા. 10280ની રોકડ તથા રૂા. 6 હજારની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 16280નો મુદ્ામાલ કબજે કર્યો હતો.