ખંભાળિયા – જામનગર હાઈ-વે પર આવેલી એક ખાનગી કંપનીમાં થોડા સમય પૂર્વે 30 ટન બોકસાઈટની ચોરી થવા સબબ કંપનીના અધિકારી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર જામનગર ધોરીમાર્ગ પર આવેલી દાલમિયા ભારત રિફ્રેક્ટરીઝ કંપનીના કમ્પાઉન્ડમાંથી ગત ડિસેમ્બર માસમાં કોઈ શખ્સો દ્વારા કમ્પાઉન્ડમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરી, આ સ્થળે રાખવામાં આવેલો 30 ટન બોક્સાઈટ ચોરી કરીને લઈ ગયા હતા. પ્રતિ ટન રૂ. 21,500 લેખે કુલ રૂપિયા 6,45,000 ની કિંમતના બોક્સાઈટની વાહન મારફતે ચોરી કરીને લઈ જવા સબબ કંપનીના મેનેજર રાજીવરંજનસિંઘ દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 379 તથા 447 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.