Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના પ્રાંત અધિકારીને મીડિયા મારફતે ધમકી

દ્વારકાના પ્રાંત અધિકારીને મીડિયા મારફતે ધમકી

આરોપી દ્વારા અવારનવાર ફેસબુક મારફતે વિડીયો અપલોડ કરાતો હતા

- Advertisement -

દ્વારકા ક્ષેત્રમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી અંગે વિવિધ બાબતો રજુ કરતો વીડિયો વાયરલ કરી, મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કરવા સબબ ભાટિયાના શખ્સ સામે ગુનો નોંધાયો છે.
આ પ્રકરણ અંગે દ્વારકામાં રહેતા અને દ્વારકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા પાર્થભાઈ હિરજીભાઈ તલસાણીયાએ મૂળ ભાટિયાના રહીશ એવા કાના દેવાતભાઈ ચાવડા નામના શખ્સ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કાના દેવાત ચાવડા દ્વારા કલ્યાણપુર તાલુકામાં આવેલી તેમની જમીનના સંપાદન બાબતે નારાજગી હોય, તેના દ્વારા દ્વારકાની પ્રાંત કચેરીમાં રજૂઆત કરાઈ હતી.

- Advertisement -

આ પ્રકરણમાં આરોપી શખ્સ દ્વારા પોતાના મોબાઈલ નંબરથી ફેસબૂકમાં વિવિધ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા. જેમાં તેના દ્વારા ફરિયાદી અધિકારી પાર્થ તલસાણીયાને કુહાડા વડે જાનથી મારી નાખવાની ધમકી આપતો વિડિયો પણ વાયરલ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આમ, ખાનગી કંપનીમાં પોતાની જમીન સંપાદનના મુદ્દે આરોપી દ્વારા ફરિયાદી અધિકારીનું મનોબળ તોડવા વિડીયો અપલોડ કરી, ફરજમાં રૂકાવટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 186 તથા 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular