હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રાનું અનેરૂં મહત્વ છે. ત્યારે પ્રસિધ્ધ એવા કેદારનાથ મંદિરના પૂજારી પ્રવિણચંદ્ર શિવપ્રસાદ તિવારી આજે જામનગર પધાર્યા હતાં. જામનગરની મુલાકાત દરમિયાન તેમણે જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નંદા પરિવાર દ્વારા જ્યારે પણ કેદારનાથની યાત્રા કરવામાં આવે છે. ત્યારે પ્રવિણચંદ્ર તિવારી તેઓને પૂજા-અર્ચના કરાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કેદારનાથ ધામની પૂજા કરાવી છે.