ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ મતદારોના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાના અભિયાન અન્વયે મતદારોને તેમના ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડની વિગતો જોડવા માટે મહિનાના પ્રથમ રવિવારે ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. કોઈપણ વ્યક્તિ બે સ્થાન પર મતદાન ન કરે અને મતદારોની યાદીને સ્વચ્છ અને પારદર્શી બનાવી શકાય તેવા શુભાશય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અનુસાર આગામી તા.31/03/2023 સુધીમા આધાર લિંકની 100 ટકા કામગીરી પૂર્ણ કરવા માટે વિધાનસભાના તમામ બુથ લેવલ ઓફિસરો તેમના વિસ્તારમાં ફરીને આધારકાર્ડની વિગતો મેળવી ગરૂડા એપ્લીકેશન મારફત એન્ટ્રી કરી લેવાની રહેશે. જેનું નિરીક્ષણ તમામ ઝોનલ ઓફિસરએ કરવાનું રહેશે.