ખંભાળિયા તાલુકામાં રહેતા એક શખ્સ સામે વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં ફરારી જાહેર થયેલા ખંભાળિયા તાલુકાના લલીયા ગામે રહેતા રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઈ ધારાણી નામના 27 વર્ષના ગઢવી શખ્સને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હતો.
વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં આજથી આશરે એકાદ પૂર્વે નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે રાહુલ ગોપાલ ધારાણી ખંભાળિયા વિસ્તારમાં આવ્યો હોવાની જાણ એલસીબી વિભાગના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ જાડેજાને મળતા ઉપરોક્ત શખ્સને અત્રે પોરબંદર અને હાઈ-વે પર ગંગા જમના હોટલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટીયા અરજણભાઈ મારુ, વિપુલભાઈ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, મસરીભાઈ, દેવાભાઈ, નરસીભાઈ, ધર્મેન્દ્રસિંહ, હસમુખભાઈ, વિશ્વદિપસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.