ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા વશરામભાઈ ભીમાભાઈ ડગરા કે જેઓ મહેશ્વરી સપ્લાયર્સના નામથી પેપર બ્લોક બનાવી અને તેનું વેચાણ કરે છે, તેમણે લાલપુર તાલુકાના પીપળી ગામના રહીશ ચમનભાઈ હરજીભાઈ મકવાણાને તેમની જરૂરિયાત મુજબ પેવર બ્લોક સપ્લાય કર્યા હતા. જેની બિલની ચુકવણીના રૂપિયા 92040 નો ચેક તેમણે વશરામભાઈને લખી આપ્યો હતો.
આ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થતા વશરામભાઈએ ખંભાળિયાની અદાલતમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેનો કેસ ચાલી જતા ફરિયાદી વશરામભાઈ તરફે તેમના એડવોકેટ કમલેશભાઈ સી. દવે તથા ભરતકુમાર સી. દવે દ્વારા વિવિધ દલીલો રજૂ કરતા અદાલતે ચમનભાઈને તકસીરવાન ઠેરવી, એક વર્ષની સજા તથા રૂપિયા 3,000 નો દંડ ઉપરાંત ચેકની રકમનું વળતર પણ ફરિયાદી વશરામભાઈને ચૂકવી આપવા માટેનો હુકમ કર્યો હતો.