Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરસજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ઉજવણી

સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ઉજવણી

સૌરાષ્ટ્રમાં કન્યા કેળવણીને વેગવંતી બનાવવા જામ રણજીતસિંહજી દ્વારા ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું કરાયું હતું નિર્માણ

- Advertisement -

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ ક્ધયા કેળવણીનો વ્યાપ વધે તેવા દુરંદેશી વિચાર સાથે જામનગરના રાજવી જામ રણજીતસિંહના શાશન કાળ દરમિયાન માં સજુબા કન્યા વિદ્યાલયનો પાયો નંખાયો.તા.12 જાન્યુઆરી, 1936 ના રોજ સ્થપાયેલી આ ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થતાં શાળાના આચાર્યા, શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરી આ જાજરમાન શાળાના સ્થાપના દિનની ઉજવણી કરી હતી.

- Advertisement -

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા વર્ણવવામાં આવી હતી. આ તકે શાળા દ્વારા માર્ચ 2022 માં ધો.10 અને ધો.12 માં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વળી આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને આ જ શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા બીનાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાના સ્થાપના દિન નિમિતે શુભેચ્છાઓ તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-ક્ધયાનું સહ શિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલવાનું પસંદ કરતા ન હતા આથી ક્ધયા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ થયેલ. ઈ.સ.1936 ની 12 મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી જેવા પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે આ શાળાનો પ્રારંભ થયેલ.તાજેતરમાં 87 વર્ષ પૂર્ણ કરી 88 માં વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાની શાખ રૂપે અડીખમ ઉભી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular