રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ, આરટીઓ કચેરી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
દેશભરમાં લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય. તે હેતુથી દરવર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરુપે આજરોજ જામનગર આરટીઓ કચેરી, જિલ્લા પોલીસ ટ્રાફીક શાખા અને ટ્રાફિક એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આરટીઓ કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આઇટીઆરએ જામનગરના ડાયરેકટર પ્રા. ડો. અનુપ ઠાકર, આરટીઓ જામનગર જે.જે. ચુડાસમા, મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા, સતકવિર રક્તદાતા રિક્ષીત પારેખ, રેસી. ડોકટર ટીમ ઇન્ચાર્જ ડો. ભૂમિકા શિંગાળા, રેસી. ડો. ધરતી કાનાણી, જીએસઆરટીસીના ડિવિઝનલ ક્ધટ્રોલર ડી.સી. જાડેજા, આઇએચબીટી જી.જી. હોસ્પિટલના એસોિએટ્સ પ્રોફેસર એન્ડ હેડ ડો. શ્વેતા ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ પોલીસ જવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.