Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમાતાના ઠપકાનું લાગી આવતા તરૂણ પુત્રીની આત્મહત્યા

માતાના ઠપકાનું લાગી આવતા તરૂણ પુત્રીની આત્મહત્યા

ધ્રોલ નજીક બાવની નદીના પટમાં ઈંટોના ભઠ્ઠા નજીક રહેતી યુવતીને તેની માતાએ કામ ન કરતાં કાકાને વાત કરવાનું જણાવતા મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામના બાવની નદીના પટમાં ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા કિશોરભાઈ ખોડાભાઈ મકવાણા નામના યુવાનની પુત્રી કિરણબેન (ઉ.વ.16) નામની તરૂણીને તેણીની માતા જોશનાબેન આરોે નાખવાનું અને ઈંટુ પાડવાનું કહ્યું હતું. પરંતુ કિરણબેન કામ નહીં કરતાં તેની માતાએ આ બાબતે તુ માનતી નથી એટલે તારા ભૂપતકાકાને વાત કરવી પડશે તેવો ઠપકો આપ્યો હતો આ ઠપકાનું મનમાં લાગી આવતા સોમવારે સવારના સમયે તેણીના ઘરે કિરણબેને ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની માતા જોશનાબેન દ્વારા જાણ કરાતા એએસઆઈ વી. ડી. રાવલિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular