પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી અને પંજાબ સહિત દેશના અનેક શહેરોમાં મોટા આતંકવાદી હુમલો થઈ શકે છે. ઈંઇએ એલર્ટ જાહેર કરતા કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇએસ અને ઈસ્લામિક સ્ટેટ અલ કાયદા આ હુમલા કરાવી શકે છે. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી દિલ્હી, પંજાબ અને દેશના અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. જેના માટે આઇએસઆઇએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે.
સુરક્ષા એજન્સીઓને આ સંબંધમાં એક ગોપનીય રિપોર્ટ મળી છે. દેશમાં યોજાનારી જી-2 સમિટમાં પણ ઈસ્લામિક સ્ટેટ અલ કાયદાની સાયબર વિંગ સાયબર સ્પેસ પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે અને સમિટ દરમિયાન મોટા સાઈબર હુમલાઓને અંજામ આપવાની ફિરાકમાં છે.
આઇએસઆઇએ તેના સ્લીપર સેલ અને રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે. 26 જાન્યુઆરીના દિવસે દિલ્હી અને પંજાબમાં આરડીએક્સ બ્લાસ્ટ થઈ શકે છે. એટલું જ નહીં અલ કાયદાના આતંકવાદીઓ પણ લોન વુલ્ફના હુમલાની ફિરાકમાં છે. પ્લાન મુજબ જો 26 જાન્યુઆરીએ આતંકવાદી પ્લાન નિષ્ફળ જાય છે તો જી-20 સમિટમાં દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના છે.
આઇએસઆઇએ આ વખતે દિલ્હી અને પંજાબને નિશાન બનાવવા માટે રોહિંગ્યા અને બે બાંગ્લાદેશી સંગઠનો અંસાર ઉલ બાંગ્લા અને જમાત ઉલ મુજાહિદ્દીનનો ઉપયોગ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ એલર્ટમાં કહ્યું છે કે, જો આઇએસઆઇ પર પ્રતિબંધ મુકવામાં આવે તો તેની લો પ્રોફાઈલ પાંખો ફરી સક્રિય થઈ શકે છે અને તેઓ સ્લીપર સેલની જેમ ગોરિલા એટેક કરી શકે છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે શીખ આતંકવાદી જૂથો દિલ્હી અને પંજાબમાં મોટા આતંકી હુમલાઓ કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ દલ ખાલસા અને વારિશ પંજાબ પર પણ ચાંપતી નજર રાખવા કહ્યું છે આ બંને સંગઠનો દેશનું વાતાવરણ બગાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.