આપણે ત્યાં અદાલતોમાં તારીખ પે તારીખ સામાન્ય બાબત છે. કેટલાંક કેસો તો પેઢીઓ સુધી ચાલતા રહે તેમ છતા નિવેડો ન આવતો હોય! આવા જ એક કેસનો 72 વર્ષ બાદ નિવેડો લાવ્યો હતો. આ કેસની રસપ્રદ બાબત એ છે કે કોલકાતા હાઈકોર્ટનાં હાલના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવનો જન્મ 1951 માં આ મામલો અદાલતમાં નોંધાયાના કેટલાંક વર્ષો બાદ થયો હતો. હાલ કોલકાતા હાઈકોર્ટને એ બાબતની રાહત મળશે કે પૂર્વવર્તી બેરહામપુર બેન્ક લીમીટેડને બંધ કરવાની કાર્યવાહી સંબંધીત કેસબાજીને અંતે સમાપ્ત થઈ ગઈ છે
જોકે હજુ પણ દેશનાં આગામી પાંચ સૌથી જુના પેન્ડીંગ કેસોમાંથી બે કેસો નીકાલ કરવા માટે બાકી રહ્યા છે. આમાંથી બધા કેસ 1952 માં દાખલ થયા હતા. મીડીયા રીપોર્ટ અનુસાર દેશના બાકી સૌથી જુના કેસોમાંથી બે દિવાની કેસો બંગાના માલદાની દિવાની અદાલતોમાં ચાલી રહ્યા છે અને એક કેસ મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે. માલદાની અદાલતોએ આ લાંબા સમયથી ચાલી રહેલા કેસોના નિકાલની કોશીશ માટે આ વર્ષ માર્ચ અને નવેમ્બરમાં સુનાવણીની તારીખ નકકી કરી છે.
બેરહામપુર બેન્કને બંધ કરવાનો આદેશને પડકારતી એક અરજી 1 જાન્યુઆરી 1951 માં દાખલ થઈ હતી. અને તે દિવસે કેસ નંબર 71/1951 તરીકે નોંધાયો હતો. બેરહામપુર બેન્ક દેવાદારો પાસેથી પૈસા વસુલ કરવા માટે કેસોમાં ફસાયેલુ હતું. તેમાંથી અનેક લોન ધારકોએ બેન્કના દાવાને પડકારીને અદાલતમાં ઘા નાખી હતી.