ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરિઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચમાં ભારતને 317 રને વિજય થયો છે. આ સાથે ભારતે 3-0થી સિરિઝ પણ જીતી લીધી છે. એટલું જ નહીં ભારતે વન-ડે ઈતિહાસમાં સૌથી વધુ રનથી મેચ જીતી વર્લ્ડ રેકોર્ડ પણ સર્જ્યો છે. વન-ડેમાં સૌથી વધુ રનના માર્જીનથી જીત મેળવનારી ટીમોમાં ભારત નંબર-1 પર આવી ગયું છે. ભારતના 50 ઓવરમાં 5 વિકેટે 390 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતની 317 રને ભવ્ય જીત થઈ છે. વિરાટ કોહલાની 166 રન અને શુભમન ગીલના 116 રનની મદદથી ભારત વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. તો બોલર મહંમદ સિરાજે પણ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ મેળવી ભારતને ભવ્ય જીત અપાવી છે.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના ટાર્ગેટ સામે 22 ઓવરમાં માત્ર 73 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમની કુલ 9 વિકે પડી હતી. એક પ્લેયર રિટાયર્ડ હર્ટ થયો હતો, જેને કારણે તે બેટિંગમાં નહોતો આવ્યો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. શ્રીલંકા તરફથી સૌથી વધુ નુવાનિદુ ફર્નાન્ડોએ 19 રન બનાવ્યા હતા. જ્યારે કસુન રજીથાએ 13 રન અને દાસુન શનાકાએ 11 રન કર્યા હતા. આ સિવાય શ્રીલંકાના કોઈ જ બેટર્સ ડબલ ડીજીટને ક્રોસ કરી શક્યા નહોતા.
આ સજીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વ્હાઇટવોશ કર્યું હતું. ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝ 3-0થી ક્લિન સ્વિપ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી ફિફ્ટી ફટકારી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 97 બોલમાં 116 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 49 બોલમાં 42 રન અને શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરૂણારત્નેને 1 વિકેટ મળી હતી. લગભગ ત્રણ વર્ષથી સદીનો દુષ્કાળ સહન કરનાર વિરાટ હવે સદીઓનો વરસાદ વરસાવી રહ્યો છે. તેમણે છેલ્લી ચાર વન-ડેમાં ત્રીજી સદી ફટકારી છે. બાંગ્લાદેશ સામેની સિરીઝની છેલ્લી મેચમાં સદી ફટકાર્યા પછી વિરાટે શ્રીલંકા સામેની હાલની સિરીઝની પહેલી અને આજની ત્રીજી મેચમાં સદી ફટકારી છે.