કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે અમદાવાદ ખાતે ઉત્તરાયણ તહેવારની મજા માણી હતી. તેઓ વેજલપુર વિધાનભામાં આવેલા વિનસ પાર્ક ફલેટમાં પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો, ધારાસભ્યો અને રહીશો સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યા હતા. તેમની સાથે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગોત્સવમાં જોડાઇને પતંગ ઉડાવવાની મોજ માણી હતી.