લાલપુર તાલુકાના ખીરસરા ગામના સીમ વિસ્તારમાં ખેતરમાં મજૂરી કામ કરતી અને કેફી પ્રવાહી પીવાની કુટેવ વાળી મહિલાને નશો કરેલી હાલતમાં પડી જતાં ઈજા પહોંચવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, લાલપુર તાલુકાના ખીરસા ગામના સીમ વિસ્તારમાં આવેલી દેવાભાઈના ખેતરમાં મજુરી કામ કરતી પાર્વતીબેન સુભાષભાઈ બામણિયા (ઉ.વ.36)નામની આદિવાસી મહિલાને કેફી પ્રવાહી પીવાની કૂટેવ હતી તે દરમિયાન રવિવારે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પડી જતાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ સુભાષ દ્વારા જાણ કરાતા હેકો એન.પી. વશરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.