કેન્દ્રની એપોઇમેન્ટ કમિટી દ્વારા ગુજરાતના જીએએસ કેડરના રાજકોટના એડીશનલ કલેકટર કેતનભાઈ ઠકકર સહિત 10 અધિકારીઓની આઈએએસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આઈએએસ તરીકે પ્રમોશન મળતા કેતનભાઈ ઠકકર દ્વારા ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં
રાજકોટના એડીશનલ કલેકટર કેતનભાઈ ઠકકર સહિતની કેન્દ્રની એપોઇમેન્ટ કમિટી દ્વારા ગુજરાતના જીએએસ કેડરના 10 અધિકારીઓને આઈએએસ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. રાજકોટના એડીશનલ કલેકટર કેતનભાઈ ઠકકર ઉપરાંત પી આર રાણા, એમ જે દવે, જયેશ પ્રજાપતિ, બી એમ પ્રજાપતિ, જી એન સોલંકી, જે એન વાઘેલા, રાજકોટના પૂર્વ એડીશનલ કલેકટર હર્ષલભાઈ વોરા, એસ ડી વસાવા અને સી એમ ત્રિવેદીને પ્રમોશન અપાયું હતું. રાજકોટના અધિક કલેકટર કેતનભાઈ ઠકકરને આઈએએસ કેડરમાં પ્રમોશન મળતા તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. આ તકે દ્વારકા હોટલ એસોસિએશન વતી ચંદુભાઈ બારાઇ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.