Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં પરિવાર સાથે પતંગ ચગાવશે અમિત શાહ

અમદાવાદમાં પરિવાર સાથે પતંગ ચગાવશે અમિત શાહ

- Advertisement -

આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયણના તહેવારની રંગેચગે ઉજવણી કરશે. આ સાથે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને પરિવાર અને કાર્યકરો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરશે.

- Advertisement -

મકરસક્રાંતિને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વ માટે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકરો સાથે કરે છે. આ વર્ષે પણ તે ગુજરાતમાં પોતાના પરિવારના સભ્યો અને કાર્યકરો સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત જગન્નાથ મંદિરમાં પૂજા પણ કરશે.

અમિત શાહ દર વર્ષે મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગના ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં મકરસંક્રાંતિની ઉજવણી કરશે. મકરસંક્રાંતિના દિવસે તેઓ પરિવાર સાથે અને ત્યારબાદ તેઓ સંસદીય વિસ્તારની મુલાકાત કરશે જ્યા તેઓ કાર્યકર સાથે પતંગ ચગાવાની મજા માણશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular