Thursday, December 12, 2024
Homeરાષ્ટ્રીયભૂકંપ અને ઇસરોના રિપોર્ટે જોશીમઠનું ટેન્શન વધાર્યું

ભૂકંપ અને ઇસરોના રિપોર્ટે જોશીમઠનું ટેન્શન વધાર્યું

સેટલાઇટ તસ્વીરોમાં અનેક વિસ્તારોને ડૂબતા દર્શાવાયા

- Advertisement -

એક તરફ ભૂકંપના આંચકા અને બીજી તરફ ઇસરોની સેટેલાઇટ તસ્વીરોએ જોશીમઠના રહેવાસીઓ સહિત સમગ્ર દેશનું ટેન્શન વધારી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી સતત સરકી રહેલી જોશીમઠની જમીનને કારણે અસંખ્ય મકાનોમાં તિરાડો પડી છે. ગમે ત્યારે ધસી પડવાની સંભાવનાને ધ્યાને લઇ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો છે. તે વચ્ચે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઇરાત્રે ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ આંચકાએ જોશીમઠ પર ખતરો વધારી દીધો છે. બીજી તરફ ગઇકાલે ઇસરોએ જાહેર કરેલી સેટેલાઇટ તસ્વીરો સમગ્ર તંત્રને ટેન્શનમાં લાવી દીધું છે. ઇસરોના સેટેલાઇટ રિપોર્ટમાં જોશીમઠના કેટલાક વિસ્તારોને ડૂબતાં દર્શાવવામાં આવ્યા છે.

- Advertisement -

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જોશીમઠની સેટેલાઈટ ઈમેજ અને ભૂસ્ખલનનો પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે આ આખું શહેર ડૂબી શકે છે. ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરએ જોશીમઠના ડૂબતા વિસ્તારોની સેટેલાઇટ તસવીરો જાહેર કરી છે. સ્પેસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના આ રિપોર્ટથી જોશીમઠને લઈને સરકાર, પ્રશાસન અને સ્થાનિક લોકોની ચિંતા વધી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે જોશીમઠને કોઈપણ ભોગે બચાવી લેવામાં આવશે.

તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નરસિંહ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને જોશીમઠની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. હવે ઈસરોના રિપોર્ટ મુજબ આ નરસિંહ મંદિર પણ ખતરામાં છે. કાર્ટોસેટ-2એસ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોએ આર્મી હેલિપેડ અને નરસિંહ મંદિર સહિત સમગ્ર શહેરને સંવેદનશીલ ઝોન તરીકે ચિંન્હીત કર્યું છે. ઈસરોના પ્રારંભિક અહેવાલના આધારે, ઉત્તરાખંડ સરકાર ભયગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે અને આ વિસ્તારોના લોકોને પ્રાથમિકતાના આધારે સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલથી નવેમ્બર 2022ની વચ્ચે અહીં જમીનનો ઘટાડો ખૂબ જ ધીમો હતો. જોશીમઠ આ સમયગાળા દરમિયાન 8.9 સેમી સુધી ડૂબી ગયું હતું પરંતુ 27 ડિસેમ્બર, 2022 અને 8 જાન્યુઆરી, 2023 વચ્ચે ભૂસ્ખલનની તીવ્રતા વધી છે. આ 12 દિવસમાં શહેર 5.4 સેમી ડૂબી ગયું. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે જોશીમઠ-ઓલી રોડ પણ જમીન ધસી જવાને કારણે તૂટી જવાનો છે. જ્યારે વૈજ્ઞાનિકો હજુ પણ શહેરમાં ભૂસ્ખલનને પગલે ઘરો અને રસ્તાઓમાં દેખાતી તિરાડોનો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ઈસરોના પ્રારંભિક અહેવાલના તારણો ચિંતાજનક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular