જામનગરમાં સનસીટી સોસાયટી-2માંથી સીટી-એ પોલીસે એક શખ્સને વર્લીમટકાનો જુગાર રમતો ઝડપી લઇ રૂા. 10530ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગરમાં સનસીટી સોસાયટી-2ના ઢાળિયા પાસે જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમાતો હોવાની સીટી-એના પોકો ઋષિરાજસિંહ જાડેજા તથા ખોડુભા જાડેજાને મળેલ બાતમીના આધારે રેઇડ દરમિયાન મોહમદ અહેમદ ભમરા નામના શખ્સને રૂા. 10530ની રોકડ તથા વર્લીમટકાના આંકડા લખેલ પુઠુ સહિતનો મુદ્ામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.