Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતપાલનપુર સેશન્સ કોર્ટના મદદનીશ સરકારી વકીલ એક લાખની લાંચ લેતા ઝડપાયા

પાલનપુર સેશન્સ કોર્ટના મદદનીશ સરકારી વકીલ એક લાખની લાંચ લેતા ઝડપાયા

સેશન્સ કોર્ટમાં સજાના હુકમ સામે થયેલ અપીલમાં મદદરૂપ થવા લાંચ માંગી

- Advertisement -

પાલનપુર સેશન્સ કોર્ટના મદદનીશ સરકારી વકીલ (ઈન્ચાર્જ) જિલ્લા સરકારી વકીલ બનાસકાંઠા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ફરિયાદી એ કરેલ અપીલમાં મદદરૂપ થવાની કાર્યવાહી માટે રૂા.1,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતાં. એસીબી દ્વારા આરોપીને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસના ફરિયાદીના પુત્ર વિરુધ્ધ ફરિયાદીની પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ પાલનપુર શહેરના પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જે પાલનપુર બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટે્રટની કોર્ટમાં કેસ ચાલી જતાં ફરિયાદીના પુત્રને સજા થઈ હતી. જે હુકમ સામે ફરિયાદીના પુત્રએ બનાસકાંઠા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ પાલનપુરમાં અપીલ દાખલ કરી હતી. જે કેસમાં મદદરૂપ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટેે પાલનપુર સેશન્સ કોર્ટના મદદનનિશ સરકારી વકીલ નેલૈષ મહેન્દ્ર જોશી એ ફરિયાદી પાસે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય તેઓએ એસીબીમાં ફરિયાદ કરી હતી.
આ ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકુ ગોઠવી પાલનપુરના જોરાવર પેલેસ રોડ ખાતે વિરાટ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાંથી આરોપી નૈલેષ જોશીને રૂા. એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ કાર્યવાહી અમદાવાદ એસીબીના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમાના સુપરવીઝન હેઠળ ખેડા એસીબીના પીઆઈ વી.આર.વસાવા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular