Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારજામનગરના યુવાનની અગમ્યકારણોસર ખેતરે જઈ આત્મહત્યા

જામનગરના યુવાનની અગમ્યકારણોસર ખેતરે જઈ આત્મહત્યા

પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ : જામનગરમાં બીમારી સબબ મહિલાનું મોત: નાના વડાળાના ખેતમજૂરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

જામનગર તાલુકાના ખીમણિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના ગાંધીનગરમાં રહેતા મહિલાને બીમારી સબબ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં ખરીદી કરતાં સમયે આદિવાસી યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના શાંતિનગર શેરી નં. 1 માં રહેતા અશ્ર્વિનભાઈ ભીખુભાઇ ચુડાસમા (ઉ.વ.45) નામના વેપારી યુવાને સોમવારે રાત્રિના સમયે ખીમણિયા ગામમાં આવેલા ખેતરમાં જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ જયેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના ગાંધીનગરમાં પુનિતનગર 3 ના છેડે રહેતા સરીતાબેન બાબુલાલ ગાયકવાડ (ઉ.વ.40) નામના મહિલાની તબિયત લથડતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. સુખદેવસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાઇી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલા સુરેશભાઈ વૈષ્ણવના ખેતરમાં મજૂરી કામ કરતો સુરેશ કાનાભાઈ કલાસવા (ઉ.વ.43) નામનો આદિવાસી યુવાન બુધવારે સાંજના સમયે નિકાવા ગામમાં ખરીદી કરવા ગયો હતો ત્યાં તેને છાતીમાં દુ:ખાવો થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ તેના ખેતરે પરત આવ્યો હતો. જ્યાં તબિયતમાં સુધારો ન થતાં યુવાનને ફરીથી 108 એમ્બ્યુલન્સમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતકના પત્ની નંદાબેન દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular