જામજોધપુર તાલુકાના પાટણ ગામ નજીકથી કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.90 હજારની કિંમતની 180 બોટલ દારૂ મળી આવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર તાલુકાના નારણપર ગામમાંથી પોલીસે રૂા.33,600 ની કિંમતની 84 બોટલ દારૂ સાથે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના પાટણથી ખાગેશ્રી ગામ તરફ જવાના માર્ગ પર મધ્યરાત્રિના સમયે કારમાં દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની સ્વીફટ કાર પસાર થતા પોલીસે કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.90 હજારની કિંમતની 180 બોટલ દારૂ મળી આવતા પોલીસે 10 હજારની કિંમતના બે મોબાઇલ અને સાત લાખની સ્વીફટ કાર કબ્જે કરી રાણપરના વેજા ભોરા સામળા, રાણીવાવ નેશના ભીખુ ભુટા ઘેલીયા, ખરાવાડના રમેશ ઉકા સીંઘલ નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો રાણપરના અરજણ આલા કોડિયાતર દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના નારણપર ગામમાં દારૂનો જથ્થો હોવાની પંચકોશી બી ડીવીઝનના હેકો હરદેવસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, પો.કો. મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઇ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિત શિયાર, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન સુનિલ હરવરાના મકાનની સામેના પ્લોટમાંથી વડલાની બાજુમાં રાખેલી રૂા.33,600 ની કિંમતની 84 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે સુનિલ અને પ્રકાશ ઉર્ફે મેકસ મુળજી શેખા નામના બે શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.