ભાણવડના વેરાડ નાકા પાસેથી પોલીસે રૂા.3650 ની કિંમતના ચાઇનીઝ દોરાની ફિરકી તથા ચાઇનીઝ તુકકલ વેંચતા એક શખ્સને ઝડપી લીધો હતો. ભાણવડ પોલીસ દ્વારા ભાણવડના વેરાડ નાકા પાસેથી ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને રૂા.1550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ દરોડો, ભાણવડમાં વેરાડ નાકા પાસે બસ સ્ટેન્ડ રોડ પર એક શખ્સ પોતાની પતંગની દુકાનમાં પરાગ જયસુખ પીઠીયા નામના શખ્સ ચાઇનીઝ દોરાના ફિરકાઓનું વેચાણ કરતો હોવાની પો.કો. વેજાણંદભાઈ તથા વિપુલભાઇ મોરીને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન ભાણવડ પોલીસે પરાગ જયસુખ પીઠીયા નામના શખ્સને ઝડપી લઇ 19 નંગ ચાઇનીઝ દોરાના નાના મોટા ફિરકાઓ તથા 30 નંગ ચાઇનીઝ તુકકલ સહિત કુલ રૂા.3650 ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ભાણવડના બસ સ્ટેન્ડ રોડ પર એક શખ્સ જાહેરમાં ચાઈનીઝ દોરાની ફિરકીઓનું વેચાણ કરતો હોવાની પો.કો. વેજાણંદભાઈ બેરા તથા વિપુલભાઈ મોરીેને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન હિમાન્સુ ઉર્ફે લાલો રમેશ સુચક નામના શખ્સને ચાઇનીઝ દોરાના નવ નંગ નાના મોટા ફિરકાઓ સહિત કુલ રૂા.1550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.


