Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરસમસ્ત જૈન યુવા સંગઠન જામનગર દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

સમસ્ત જૈન યુવા સંગઠન જામનગર દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

ટુર્નામેન્ટ ફકત સમસ્ત જૈનો માટે જ : ભાઇઓ માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, બહેનો-બાળકો માટે સાંજના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

- Advertisement -

જામનગર શહેરમાં સમસ્ત જૈન યુવા સંગઠન-જામનગર દ્વારા સમસ્ત જૈન સમાજ જામનગરના ભાઇઓ માટે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા બહેનો-બાળકો માટે સાંજના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સુમેર સ્પોર્ટસ કલબમાં રમાડવામાં આવશે.

- Advertisement -

જામનગરમાં સમસ્ત જૈન યુવા સંગઠન જામનગર દ્વારા સમસ્ત જૈન સમાજના ભાઇઓ નાઇટ ટુર્નામેન્ટ તથા બહેનો અને બાળકો માટે સાંજના ક્રિકેટ ટુર્નામેનટનું આયોજન આગામી તા. 23 થી 25 દરમિયાન ફકત જૈન સમાજના જ્ઞાતિજનો માટે જ રાખેલ છે. આ ટુર્નામેન્ટમાં જે લોકોએ પોતાની 11 ખેલાડીની ટીમ રમાડવા ઇચ્છતા હોય તેઓએ રાજ ઇમીટેશન જ્વેલર્સ, જૈન દેરાસર રોડ, ગાંધીજીના બાવલા પાસે, ચાંદીબજાર, જામનગર તથા આશિર્વાદ પ્રોવિઝન સ્ટોર્સ, ડીકેવી કોલેજ પાછળ, ગુરુદત્તાત્રેય મંદિર પાસે, પેલેસ રોડ, જામનગર પાસેથી ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ટુર્નામેન્ટમાં મર્યાદિત ટીમનો પ્રવેશ લેવાનો હોવાથી વ્હેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

ફોર્મ પરત કરવાની છેલ્લી તા. 18 જાન્યુ.ના રોજ રહેશે. તેમજ આવેલ ફોર્મનો ડ્રો તા. 21 જાન્યુઆરીના રોજ સુમેર સ્પોર્ટસ કલબ, જામનગરમાં રાત્રે 9:30 કલાકે કરવામાં આવશે. તેમ સમસ્ત જૈન યુવા સંગઠન-જામનગરના પ્રમુખ નિલેશ કગથરા, મંત્રી જતીન મહેતા, કન્વીનર દર્શન શેઠ, સહકન્વીનર પ્રિયંક પારેખની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular