Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરવ્યાજખોરો સામે પોલીસની જનસભામાં 19 ફરિયાદો મળી

વ્યાજખોરો સામે પોલીસની જનસભામાં 19 ફરિયાદો મળી

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ધનવંતરી ઓડિટોરીયમ હોલ, જામનગરમાં વ્યાજખોરોથી પિડીત નાગરિકો માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ જનસભામાં વ્યાજખોરોથી પીડીત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે લાવ્યા હતાં. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પોતાના પ્રવચનમાં વ્યાજખોરોથી ડરવાની જરૂર નથી. ફરિયાદ કરવાથી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. તેવી બાહેંધરી લોકોને આપી હતી. ગઇકાલે સભામાં કુલ 19 ફરિયાદ મળી હતી. જે તમામ અરજી અન્વયે હવે ફરિયાદીને બોલાવી ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારપછી પોલીસ આવા વ્યાજખોર સામે કડક પગલાં લેશે. વ્યાજખોરો વિરૂધ્ધ અંગે માહિતી આપવા નાગરિકો જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. 02882-550200 ઉપર સંપર્ક કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular