Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયલ્યો બોલો... યુપીમાં 13,803 લોકો મેળવે છે સ્વર્ગમાંથી પેન્શન

લ્યો બોલો… યુપીમાં 13,803 લોકો મેળવે છે સ્વર્ગમાંથી પેન્શન

- Advertisement -

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં મોટા પાયે વિસંગતતા સામે આવી છે, ચકાસણી દરમિયાન 13 હજાર 803 મૃતકો સ્વર્ગમાંથી પેન્શન મેળવતા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 45 હજાર 470 એવા લાભાર્થીઓ મળી આવ્યા જેઓ પોતપોતાના સરનામે રહેતા ન હતા. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે, આવા લોકોનું પેન્શન બ્લોક કરી દેવામાં આવ્યું છે અને વેરિફિકેશન બાદ જ પેન્શન આપવામાં આવશે. હરદોઈ જિલ્લામાં 1 લાખ 42 હજાર 495 પેન્શનરો છે.

- Advertisement -

સમાજ કલ્યાણ વિભાગે વૃદ્ધાવસ્થા પેન્શન સંબંધિત 97 ટકા વેરિફિકેશનનું કામ પૂર્ણ કર્યું છે. જેમાં 97 હજાર 398 લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે.પેન્શન ધારકોનું વેરિફિકેશન સમયાંતરે કરવામાં આવે છે અને આ વખતે આધાર ઓથેન્ટિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. 3 મહિના પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ મંગલા પ્રસાદ સિંહે સમાજ કલ્યાણ વિભાગને 100% વેરિફિકેશન કરવાની સૂચના આપી હતી. આ વેરિફિકેશન દરમિયાન જ ચોંકાવનારા ખુલાસા થયા છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી રાજમતીએ જણાવ્યું કે વેરિફિકેશન દરમિયાન 13 હજાર 803 પેન્શનરોના મોત થયા છે, તેઓ એવા પણ મળ્યા છે જેમના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે, તો 60 વર્ષ પછી દર મહિને 5 હજાર રૂપિયા પેંશન મેળવવા માટે, દર મહિને 210 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે. તેમજ 1000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે તમારે 42 રૂપિયા, 2000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે 84 રૂપિયા, રૂપિયા 3000 માટે રૂ.126 અને 4000 માટે રૂ.168 જમા કરાવવાના રહેશે.

અટલ પેન્શન યોજનાની વિશેષતા એ છે કે તમે જેટલી નાની ઉંમરે તેમાં રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલો જ વધુ ફાયદો તમને મળશે. નિયમો અનુસાર, 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક (માત્ર આવક કરદાતાઓ સિવાય) સરકારની આ પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી તેને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. અટલ પેન્શનમાં એવી પણ સુવિધા છે કે તેમાં જમા રકમ ગમે ત્યારે બદલી શકાય છે. મતલબ તમે તમારી અનુકૂળતા મુજબ વધારો કે ઘટાડો કરી શકો છો. અટલ પેન્શન યોજનામાં રોકાણ પર આવકવેરા અધિનિયમ 80ઈ હેઠળ રૂ. 1.5 લાખ સુધીના કર લાભની સુવિધા પણ છે. વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે, ભારત સરકારે 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ મુખ્યત્વે એવા લોકોને મળશે જેઓ કોઈપણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ લઈ શકતા નથી. 18 થી 40 વર્ષની વયના લોકો આ યોજનાઓનો લાભ લઈ શકે છે. આમાં, લાભાર્થી દ્વારા જમા કરાયેલ રોકાણ અને વયના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ યોજનાનો લાભ લોકોના મૃત્યુ પછી પણ પરિવારને મળતો રહેશે. જો રોકાણકાર મૃત્યુ પામે છે, તો યોજનાનો લાભ તેના/તેણીના નોમિનીને જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular