ભારતે ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે 67 રને જીતી લીધી હતી.ભારતે શાનદાર શરૂઆત કરી હતી. વિરાટ કોહલીની સદી અને રોહિત શર્મા અને શુભમન ગિલની અડધી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 373 રન બનાવ્યા હતા.
કોહલીએ 87 બોલમાં 113 રન, રોહિત શર્માએ 67 બોલમાં 83 રન અને શુભમન ગિલે 60 બોલમાં 70 રન બનાવ્યા હતા.શ્રીલંકા તરફથી કસુન રાજિતાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. 374 રનનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. તેની પ્રથમ વિકેટ 19 રનના સ્કોર પર પડી હતી. 100 રન પહેલા જ તેના ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકાની આઠમી વિકેટ 206 રનમાં પડી ગઈ હતી. દાસુન શનાકા અને કસુન રાજિતાએ નવમી વિકેટ માટે ઇનિંગને સંભાળી હતી. શનાકાએ શાનદાર ઇનિંગ રમીને છેલ્લી ઓવરમાં તેને પોતાની સદી પૂરી કરી. તેણે શ્રીલંકાનો સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો પરંતુ તે ટીમને મેચ જીતાડી શક્યો નહતો. શ્રીલંકાની ખરાબ શરૂઆત છતાં ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી લીધા હતા.