Wednesday, January 1, 2025
Homeરાજ્યહાલારપી.એસ.આઈ. વિરૂધ્ધ ફોજદારી કેસ ચલાવવા અદાલતનો હુકમ

પી.એસ.આઈ. વિરૂધ્ધ ફોજદારી કેસ ચલાવવા અદાલતનો હુકમ

- Advertisement -

જામજોધપુરમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક જ પરિવારના ત્રણ સભ્યો મેસુર જેસાભાઇ મશુરા, દેરાજભાઈ જેસાભાઈ મશુરા તથા રવિભાઈ જેસાભાઈ મશુરાને જામજોધપુર પોલીસ દ્વારા ગત તા.8-4-2022 ના રોજ અટક કરી તા.9-4-2022 ના રોજ જામનગર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા આરોપીઓ દ્વારા તેમને પોલીસ કસ્ટડીમાં પીએસઆઇ ચૌધરી દ્વારા બેફામ માર મારવામાં આવેલ હોય તથા ગાળો કાઢી ધાકધમકી આપ્યાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ સમયે અદાલત દ્વારા આરોપીના શરીર પર મારકૂટના નિશાન જણાય આવતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાનો હુકમ કરવામાં આવેલ તથા ડોકટરના અભિપ્રાયના આધારે ફરિયાદમાં ઈન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ મુજબ જામજોધપુર અદાલત દ્વારા મારકૂટ અંગેનો ફરિયાદનો ઈન્કવાયરી કરવામાં આવેલ. તથા ઈન્કવાયરી દરમિયાન રજૂ થયેલા પુરાવા તથા ભોગ બનનારના નિવેદન તેમજ ડોકટરના નિવેદન પરથી મેસુર જેસાભાઈ મથુરા, દેરાજ જેશાભાઈ મશુરા તથા રવિ દેરાજભાઈ મશુરાને પોલીસ કસ્ટડીમાં મારકૂટ કર્યાની હકિકતે સમર્થન મળતું હોય, જામજોધપુરની અદાલતમાં જયુડીશિયલ મેજીસ્ટે્રટ એ.જી. માલાણી દ્વારા જામજોધપુરના પીએસઆઈ ચૌધરી વિરૂધ્ધ આઈપીસી કલમ 323, 504 મુજબ સમન્સ કરવા તથા ફરિયાદ રજીસ્ટરે લઇ કેસ ચલાવવા હુકમ કરવામાં આવેલ છે. આ કામે ફરિયાદી તરફે એડવોકેટ નિખીલ બી.બુધ્ધભટ્ટી તથા પાર્થ ડી. સામાણી તથા પૃથ્વી આર. રાણા રોકાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular