Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધ્રોલના ગોકુલપુર નજીક બે બાઈક અથડાતા શ્રમિક યુવાનનું મોત

ધ્રોલના ગોકુલપુર નજીક બે બાઈક અથડાતા શ્રમિક યુવાનનું મોત

- Advertisement -

ધ્રોલ-મોરબી હાઈ-વે પર ગોકુલપુર ગામ નજીક લતીપર તરફ આવતા બાઈકસવારે કાબુ ગુમાવતા સામેથી આવતા બાઈક સાથે અથડાતા અકસ્માતમાં પાછળ બેસેલા ખેતમજૂર યુવાનનું નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં આવેલી જેન્તીભાઈની વાડીમાં ખેતમજૂરી કામ કરતા જયસીંગ પતાયા (ઉ.વ.30) નામનો શ્રમિક યુવાન તેના ખેતરના માલિકના પુત્ર બિપીનભાઈ સાથે ગત તા.19 નવેમ્બરના રોજ સાંજના સમયે બિપીનભાઈના જીજે-03-એલઈ-1811 નંબરના બાઈક પર પ્રવિણભાઈની વાડીએ પાઈપ મૂકીને પરત લતીપર ગામ આવતા હતાં ત્યારે ગોકુલપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે બીપીનભાઇએ બાઈક પરનો કાબુ ગુમાવતા સામેથી આવતા જીજ-10-બીસી-3198 નંબરના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં પાછળ બેસેલા જયસીંગભાઈ મહેતાબભાઈ પતાયા નામનો યુવાન નીચે પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સોમવારે સાંજના સમયે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની ગંબીબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular