જામનગર સિટી સી પોલીસે અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં.33 પાસેથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.12000 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ગુલાબનગરમાં રાજપાર્ક સેવા સદન પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5960 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં.33 પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન સુનિલ રામસીંગ કુશવાહ, ભોલા સુખાટી ચૌધરી, પવન જુગલ ડાકુર, શોભરાજસિંગ રામચરણસિંગ તોમર, લાલદાસ જેન્તીલાલ દાણીધારીયા તથા રાજુ ગોરખ ગોડ નામના છ શખ્સોને રૂા.12000 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે જૂગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર રાજપાર્ક સેવા સદન પાછળ જાહેરમાં તીનપતિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી બી પોલીસે આઠ મહિલાઓને રૂા.5960 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે તીનપતિનો જૂગાર રમતી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.