Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાઈક ચોરીના બે કેસમાં બે આરોપીઓ ઝડપાયા

જામનગરમાં બાઈક ચોરીના બે કેસમાં બે આરોપીઓ ઝડપાયા

સિટી એ પોલીસે 20 હજારની કિંમતના મોટરસાઈકલ સાથે એક શખ્સને દબોચ્યો : સિટી સી પોલીસે નંબર પ્લેટ વિનાની એકટિવા સાથે એક શખ્સને ઝડપી લીધો

- Advertisement -

જામનગર સિટી એ પોલીસે કલ્યાણ ચોક પાસેથી એક શખ્સને રૂા.20 હજારની કિંમતના ચોરાઉ મોટરસાઈકલ સાથે ઝડપી લીધો હતો. સિટી સી પોલીસે શહેરમાં વિશાલ હોટલ પાસેથી મોટરસાઈકલની ચોરી કરનાર એક શખ્સને ચોરીના મોટરસાઈકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત તા. 8 જાન્યુઆરીના સિટી સી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન સ્ટાફના પો.કો. વિક્રમસિંહ જાડેજા, રવિભાઈ શર્મા તથા રવિરાજસિંહ જાડેજાને એક શખ્સ ચોરાઉ મોટરસાઈકલ સાથે એસ.ટી. ડીવીઝનથી કલ્યાણીચોક તરફ આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા તથા પીઆઈ એમ.પી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સિટી એ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા વોચ ગોઠવી સમીર ઉર્ફે બાડો હારુન શેખ નામના શખ્સને રૂા.20 હજારની કિંમતના જીજે-10-સીએ-1269 નંબરના હિરો કંપનીના સપ્લેન્ડરપ્લસ મોટરસાઈકલ સાથે ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં જામનગર સિટી સી ડીવીઝનના હેકો જાવેદ વજગોળ, પો.કો. વિપુલભાઈ સોનાગરા તથા મહિપતસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન પ્રશાંત નરેન્દ્ર ચાવડા નામના શખ્સને રૂા.30 હજારની કિંમતના નંબર પ્લેટ વિનાના ચોરાઉ એકટિવા મોટરસાઈકલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular