રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો 2 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જયારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અટકી ગઈ છે, ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેના રૂટનો રફ ડ્રાફટ તૈયાર કર્યો છે. અત્યાર સુધી નક્કી કરાયેલી યોજના મુજબ આ યાત્રાનો રૂટ ગુજરાતના પોરબંદરથી શરૂ થઈને અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડ સુધી પહોંચવાનો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના મતે આ યાત્રા લોકસભા ચૂંટણી પહેલા પૂરી કરવાની છે. રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રા સમગ્ર દેશમાં રાજકીય ગલિયારાથી ચર્ચામાં છે. કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે યાત્રાને અપાર જનસમર્થન મળી રહ્યું છે તેના કારણે તેને વિસ્તારવાની વાત થઈ રહી છે. મળતી માહિતી મુજબ ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પાર્ટીના મોટા નેતાઓએ રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા ક્યારે નીકળશે અને કયા રૂટ પર નીકળશે તે અંગે ચર્ચા કરી હતી. તે બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના પોરબંદરથી શરૂ થઈને અરુણાચલ પ્રદેશના પરશુરામ કુંડ પહોંચશે. કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ યાત્રા માટેના રફ રૂટ પ્લાનના ડ્રાફટ પર પણ ચર્ચા કરવામાં આવી છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે યોજના મુજબ પોરબંદરથી શરૂ થયેલી યાત્રા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા અને પરૂમિ બંગાળમાંથી પસાર થઈને પૂર્વોત્તરના તમામ રાજયોમાંથી પસાર થઈને અરુણાચલ પ્રદેશના સૂરજકુંડ ખાતે સમાપ્ત થશે. આ યાત્રા શરૂ કરવાની તારીખો અંગે પણ કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે.