Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં ચાઈનીઝ દોરીના કારણે ઘવાયેલા કબૂતરને તાકીદની સારવાર અપાઈ

ખંભાળિયામાં ચાઈનીઝ દોરીના કારણે ઘવાયેલા કબૂતરને તાકીદની સારવાર અપાઈ

ખંભાળિયામાં ગઈકાલે રવિવારે આકાશમાં ઉડતી પતંગના ચાઈનીઝ દોરાના કારણે સાંજના સમયે એક કબૂતર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું હતું.

- Advertisement -

ખંભાળિયામાં ગત સાંજે એક કબૂતર અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોવા અંગેની જાણ અહીંના સેવાભાવી યુવાન અનિલ પુરોહિત દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યને કરવામાં આવતા ટ્રસ્ટના રામદેભાઈ ગઢવી તાકીદે આ સ્થળે દોડી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કબૂતરને સરકારી વેટરનીટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ડોકટર દ્વારા આ કબુતરને તાકીદની સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular