જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આઇ.ટી.આઇ. દ્વારકા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. 11-01-2023ના સવારે 11-00 કલાકે આઇ.ટી.આઇ. દ્વારકા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔધોગિક ભરતી મેળો યોજાશે.
ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય ત્યારે ઇચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. જોબફેરમાં જુદી -જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ના મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ના કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ યાદીમાં જણાવાયું છે.