દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, કલ્યાણપુર અને ઓખા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.
દ્વારકા એસડીએમ પી.એચ. તલસાણિયા, ડીવાયએસપી એમ.એમ. પરમાર, દ્વારકા પીઆઈ પી.એ.પરમાર, કલ્યાણપુર પીએસઆઇ એમ.આર. સવસેટા, ઓખા પીએસઆઇ ડી.એન. રાંઝા, મીઠાપુર પીઆઈ એમ.ડી.મકવાણા અને નશાબંધી પીએસઆઈ સહદેવસિંહ વાળાની હાજરીમાં ઓખા પોલીસ સ્ટેશનનો એક લાખની કિંમતનો 203 નંગ બોટલનો જથ્થો, મીઠાપુર પોલીસ સ્ટેશનની 3.34 લાખની કિંમતની 815 નંગ બોટલ તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનની 16 લાખની કિંમતની 3979 બોટલો તથા દ્વારકા પોલીસ સ્ટેશનની 3.40 લાખ કિંમતની 763 નંગ દારૂની બોટલનો નાશ કરાયો હતો.