Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારતરૂણી સાથે લગ્ન કરવાની ના પાડતા તેના પિતા અને પરિવારજનોની હત્યાનો પ્રયાસ

તરૂણી સાથે લગ્ન કરવાની ના પાડતા તેના પિતા અને પરિવારજનોની હત્યાનો પ્રયાસ

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કામ કરતાં મધ્યપ્રદેશના પરિવારની તરૂણી પુત્રીની સાથે લગ્ન કરવાની તરૂણીના પિતાએ ના પાડતા લગ્નવાંચ્છુક શખ્સ સહિતના સાત શખ્સોએ પરિવાર ઉપર જીવલેણ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસનો અને રાયોટીંગનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલા નિલેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા ટેટીબેન ઉર્ફે શારદાબેન હટીલા નામના મહિલાની તરૂણી પુત્રી નર્બદીબેન સાથે મોટા વડાળાના જ કમલેશ ગણાવા નામના શખ્સને લગ્ન કરવા હતાં. જેથી કમલેશ ગણાવા, મહોબત ગણાવા, ધ્યાનસીંગ ઉર્ફે દિનેશ ગણાવા, નિલેશ આમલીયા તથા ત્રણ અજાણ્યા સહિતના સાત શખ્સો લાકડી અને લોખંડના પાઈપ ધારણ કરી ગત તા.3ના રાત્રિના સમયે વાડીએ ધસી આવ્યા હતાં અને નર્મદા સાથે લગ્ન કરવાનું તેણીના પિતા બાદરભાઇ હટીલાને જણાવ્યું હતું પરંતુ બાદરભાઇએ તેની પુત્રીના લગ્ન કમલેશ સાથે કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા કમલેશે લાકડાના ધોકા વડે બાદરભાઈ ઉર્ફે બહાદુરભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમજ નિલશે આમલીયા એ બાદરભાઇ ઉપર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી તથા અન્ય શખ્સોએ બાદરભાઈનો પુત્ર બલ્લુ, પુત્રી નર્બદીને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી.

વાડી વિસ્તારમાં સાત શખ્સો દ્વારા રાયોટીંગ અને જીવલેણ હુમલાના બનાવમાં પિતા-પુત્ર અને પુત્રી સહિતના ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતાં. ઈજાગ્રસ્ત પિતા અને સંતાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે પહોંચી જઇ ટેટીબેનના નિવેદનના આધારે સાત શખ્સો સામે રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular