જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપલ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ભારત સરકારના ડાયરેક્ટર ડો. હિતેશ જાનીની મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા સંચાલિત એન્જરવાલા અહિંસા ધામ પ્રાગપર કચ્છ દ્વારા ગૌ સેવા સંવર્ધન અને પ્રાણી રક્ષા ક્ષેત્રે અહિંસા એવોર્ડ થી સન્માનિત કરાશે.
મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા સંચાલિત એન્કરવાલા અહિંસા ધામ પ્રાગપર કચ્છ દ્વારા ગૌસેવા- સંવર્ધન અને પ્રાણીરક્ષા ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે રાષ્ટીય એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષ એવોર્ડ માટે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ અને એનિમલ વેલ્ફેર બોર્ડ – ભારત સરકારના ડાયરેક્ટર ડો. હિતેશ જાનીની પસંદગી કરવામાં આવેલી છે. પ્રસિદ્ધ અહિંસા એવોર્ડ તેઓને દિનાંક 8 જાન્યુઆરી ના રોજ એન્કરવાલા અહિંસા ધામ ખાતે યોજાયેલા જાહેર સમારંભ માં આપવામાં આવશે.