જામનગર પીજીવીસીએલ દ્વારા આજે ચોથા દિવસે જામજોધપુર ડીવીઝનના લાલપુર અને સમાણા સબ ડીવીઝનના તથા જામનગર શહેર સાત રસ્તા ડીવીઝન વિસ્તારના 30 ટીમો દ્વારા બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરૂવારે જામજોધપુર અને લાલપુર સબ ડીવીઝનમાં 30 ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન 357 જોડાણો તપાસતા તે પૈકીના 46 માં ગેરરીતિ ઝડપાતા રૂા.15.60 લાખના બીલો ફટકાર્યા હતાં.
પીજીવીસીએલના દરોડાના વિગત મુજબ, આજે જામનગર જિલ્લાના જામજોધપુર ડીવીઝનનાં લાલપુર અને સમાણા સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી 30 ટીમો દ્વારા 15 એસઆરપી, 12 એકસઆર્મીમેન 03 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરૂવારે જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 30 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન કુલ 357 જોડાણો તપાસવામાં આવ્યાં હતાં તે પૈકીના 46 માં ગેરરીતિ ઝડપાતા રૂા.15.60 લાખના બીલો ફટકાર્યા હતાં. આ પૂર્વે બુધવારે ધ્રોલ કાલાવડ વેસ્ટ તથા ઈસ્ટ અને નિકાવા સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે 34 ટીમો દ્વારા 15 એસઆરપી 20 લોકલ પોલીસ અને 9 એકસઆર્મીમેન તથા 4 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે ચેકીંગ કામગીરી દરમિયાન 405 વીજ જોડાણો તપાસવામાં આવતા તે પૈકીના 58 મા ગેરરીતિ ઝડપાતા રૂા.19.45 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં અને મંગળવારે જામનગર શહેરના બચુનગર, વાઘેરવાડો, અંબાજી ચોક, બેડી, થારી, માધાપર ભુંગા અને નવાગામ ઘેડમાં કુલ 469 જોડાણો તપાસતા તે પૈકીના 88 માં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.26.40 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.
જામનગર શહેર, લાલપુર અને સમાણામાં વિસ્તારોમાં વીજચેકિંગ
ચોથા દિવસે 30 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકિંગ કામગીરી : ગુરૂવારે 46 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.15.60 લાખના બિલો ફટકાર્યા