ખાનગી સ્કુલો માટે સરકાર ફી નિયત ન કરી શકે એટલુંજ નહિં વિદ્યાર્થીઓનાં સુરક્ષા નિયમો કે તેને લગતા નિયમો લાગુ ન કરી શકે તેવો અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો કર્ણાટક હાઈકોર્ટે આપ્યો છે. કર્ણાટક હાઈકોર્ટનાં જસ્ટીસ ઈએસઈ ઈન્દ્રેશે વિડીયો કોન્ફરન્સથી ચુકાદો આપતા કહ્યું કે કર્ણાટક શિક્ષણ કાયદા 1983 ની અનેક જોગવાઈઓ ગેરબંધારણીય તથા અસ્વીકૃત છે.
રાજય સરકાર ખાનગી સ્કુલોની ફી નિર્ધારીત ન કરી શકે એટલુંજ નહિં શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે ઘડેલા સુરક્ષા નિયમો તથા તે મામલે પેનલ્ટી પણ ન ફટકારી શકે શિક્ષણ કાયદાની કલમ 2 (12) (એ) તથા કલમ 48 અને 124 (એ) ભારતીય બંધારણની જોગવાઈ 14એ વિપરીત છે એટલે ખાનગી શૈક્ષણિક સંસ્થાનો માટે તે ગેરબંધારણીય ઠરે છે.