Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવતીના મૃત્યુ બાદ સાસરિયાઓ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ

જામનગરમાં યુવતીના મૃત્યુ બાદ સાસરિયાઓ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ

સાતેક માસ પહેલાં જ લગ્ન થયા : લગ્નજીવન દરમિયાન પતિ સહિતના સાસરિયાઓ દ્વારા અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ

- Advertisement -

જામનગર શહેરમાં પવનચકકી ઢાળિયા પાસે રહેતી મહિલાને તેણીના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવાર-નવાર અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી ઢાળિયા પાસે થોડા સમય અગાઉ જ લગ્ન થયેલ સપનાબેન નામની યુવતીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાના આ બનાવ બાદ મૃતક સપનાબેનની માતા નીતાબેન દ્વારા મૃતકના પતિ ચિરાગ વિમેશભાઇ, સાસુ મીતલબેન વિમેશભાઇ, સસરા વિમેશ રમેશભાઇ અને નણંદ ચાંદનીબેન વિમેશભાઈ સહિતના ચાર સાસરિયાઓએ યુવતીના લગ્નજીવન દરમિયાન જૂન 2022 થી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારકૂટ કરતાં હતાં અને મેણાટોણાં મારી મરી જવા મજબુર કરતા યુવતીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુરનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular