મધ્યપ્રદેશમાં હાલ એક વિમાન દુર્ઘટના સામે આવી રહી છે. વિમાન દુર્ઘટનામાં એક ટ્રેઇની પાઇલટનું મોત થયું છે, જ્યારે એક પાયલોટની હાલત ગંભીર છે. દુર્ઘટના વિશે માહિતી આપતા રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યું હતું કે, રીવા જિલ્લામાં ટ્રેનિંગ દરમિયાન પ્લેન એક મંદિર સાથે અથડાતાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે અન્ય એક પાયલોટ ઘાયલ થયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, રેવા ચોરહાટા એરસ્ટ્રીપ પાસે ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે મંદિરના ગુંબજ અને ઝાડ સાથે અથડાયા બાદ ટ્રેની એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ટ્રેઇની પાઇલટનું મોત થયું હતું અને બીજો પાઇલટ પણ ઘાયલ થયો હતો. રીવાના કલેક્ટર મનોજ પુષ્પ અને એસપી નવનીત ભસીન ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતુ.