જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં યુવાને પગારના અને ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા શખ્સે મારી નાખવાની અને બદનામ કરવાની ગર્ભિત ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો અમિન મામદભાઈ ભગાડ નામના યુવાને પંચવટી સોસાયટીમાં રહેતા અફઝલ કાસમ લાખાણીને ઉછીના આપેલા રૂા.30 હજાર તથા પગારના બાકી રૂપિયા 65 હજાર મળી કુલ રૂા.95 હજારની ઉઘરાણી કરતા અફઝલ લાખાણીએ પૈસા નહીં આપી વિશ્ર્વાસઘાત કરી અમીનને છાપામાં બદનામ કરવાની તથા પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગેની અમીન દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે અફઝલ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.