જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતો યુવાન બાજના ડીઝલની ટાંકીને બાજુમાં બેસીને વેલ્ડીંગ કરતો હતો તે દરમિયાન એકાએક આગ લાગતા દબાણને કારણે પ્લેટ ઉંચી આવતા ફંગોળાયેલો યુવાન પાણીમાં પટકાતા દાઝી જવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં ફારુકભાઈ ઉમરભાઈ સુંભણિયા નામનો યુવાન ગત તા.15 ડિસેમ્બરના રોજ બપોરના સમયે સીક્કામાં ડીસીસી જેટી ઉપર વરુણ ઓફસર કંપનીના બાજમાં ડીઝલની ટાકીની બાજુમાં પડેલી પ્લેટ પર બેસીને વેલ્ડીંગ કામ કરતો હતો ત્યારે અકસ્માતે એકાએક આગ લાગતા દબાણને કારણે પ્લેટ ઉંચી આવતા ફારુકભાઈ દાઝી જઇને ફંગોળાતા બાજ અને જેટીને વચ્ચે પાણીના ખાડામાં પડતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લાંબી સારવાર બાદ યુવાનનું બુધવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે રજાકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.ડી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.