Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ટીએમસી પર આક્ષેપ

બંગાળમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, ટીએમસી પર આક્ષેપ

પશ્ર્ચિમ બંગાળમાં પ્રીમિયર સેમી હાઈ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાની આ ઘટનામાં વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા છે. હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન 4 દિવસ પહેલા આ રેલ માર્ગ પર શરૂ કરવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન પર હુમલાની આ ઘટના માલદા સ્ટેશન પાસે બની હતી. વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાની માહિતી મળતા જ રેલવે તંત્રમાં હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે તે ન્યૂ જલપાઈગુડીથી ચાલીને હાવડા આવી રહી હતી. માલદા જિલ્લાના કુમારગંજમાંથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના ઈ-13 કોચના કાચને નુકસાન થયું હતું. હાવડા-ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન 30 ડિસેમ્બર 2022ના રોજ શરૂ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી પરંતુ લોન્ચિંગના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular