Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારમહિકી ગામના સરપંચ સામે કાર્યવાહી કરી ધરપકડ કરવા માંગણી

મહિકી ગામના સરપંચ સામે કાર્યવાહી કરી ધરપકડ કરવા માંગણી

- Advertisement -

જામજોધપુર તાલુકાના મહિકી ગામે ભાજપાની મિટિંગ હતી. જેમાં જયાબેન ટપુભાઈ સોલંકીએ પડોશમાં રોડ રસ્તા અને મકાન સહાય અંગે રજૂઆત કરતા સરપંચ અરવિંદ જેરામભાઈ ડાભી ઉશ્કેરાઇ અને મહિલાને જેમ ફાવે તેમ કહેતા મહિલાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સરપંચ વિરૂધ્ધ કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધવા અરજી કરતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં આ અરજીમાં જણાવ્યા મુજબ, આ સરપંચ અરવિંદભાઈના પત્ની જ્યારે સરપંચ હતાં ત્યારે પવનચકકીવાળાએ આઠ લાખ રૂપિયા આપેલ જે સમાજમાં વાપરવાના હતાં જે સમાજમાં વાપરવાને બદલે આ રકમનો અંગત ઉપયોગ કરેલ છે તેમજ પેપર બ્લોક કામ પણ વ્યકિતગત રીતે કરી અમુક ઘરના ફળિયામાં જ નાખેલ છે જે સરકારની ગ્રાન્ટનો વ્યકિતગત ઉપયોગ થઈ શકે નહીં મહિલાએ અરજીમાં વધુમાં જણાવેલ છે કે, આરોપી રાજકીય વગદાર પૈસાપાત્ર જનુની સ્વભાવના હોય જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા જણાવેલ છે ત્યારે જોવાનું હવે એ રહે કેપોલીસ આ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધશે કે રાજકીય દબાવમાં ઝુકી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular