Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબેરોજગારીએ ફરી મ્હોં ફાડયું, 16 મહિનાની ટોચે

બેરોજગારીએ ફરી મ્હોં ફાડયું, 16 મહિનાની ટોચે

- Advertisement -

ભારતમાં ડિસેમ્બર 2022માં બેરોજગારીનો દર વધીને 16 મહિનાના ઊંચા સ્તરે પહોંચ્યો હતો. ડિસેમ્બર 2022માં બેરોજગારીનો દર વધીને 8.30 ટકા થયો હતો, જે નવેમ્બરમાં 8.00 ટકા હતો, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના બેરોજગારી દર પરના લેટેસ્ટ ડેટામાં દર્શાવવામાં આવ્યું છે. દેશમાં સૌથી ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યમાં ગુજરાત બીજા ક્રમે રહ્યું હતું. ગુજરાતમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 202માં 2.3 ટકા રહ્યો હતો. CMIE વેબસાઇટ પરના ડેટા મુજબ શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09% થયો હતો, જે અગાઉના મહિનામાં 8.96% હતો, જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર 7.55%થી ઘટીને 7.44% થયો હતો.

- Advertisement -

ગયા મહિને હરિયાણામાં સૌથી વધુ બેરોજગારીનો દર 37.4% નોંધાયો હતો, જ્યારે ઓડિશામાં સૌથી ઓછો 0.9% નોંધાયો હતો. હરિયાણા ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની સહિત સાત વધુ રાજ્યોએ બેરોજગારીનો દર બે આંકડામાં રહ્યો હતો. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે બેરોજગારી દરમાં વધારો જેટલો ખરાબ લાગે છે તેટલો ખરાબ નથી, કારણ કે તે શ્રમિકોની ભાગીદારીના દરમાં તંદુરસ્ત વૃદ્ધિ વચ્ચે નોંધાયો છે. ડિસેમ્બરમાં શ્રમિકોની ભાગીદારીનો દર વધીને 40.48% સુધી વધ્યો હતો, જે 12 મહિનામાં સૌથી ઊંચો હતો. સૌથી મહત્વની વાત એ છે કે ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1% થયો હતો, જે જાન્યુઆરી 2022 પછી સૌથી ઊંચો છે. નવેમ્બરમાં જારી થયેલા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના ડેટા મુજબ બેરોજગારીનો દર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6%ની સરખામણીમાં ઘટીને 7.2% થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular