આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે, અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ર્ચિમ રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. જયારે સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે. રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે જોધપુર:0291- 2654979 (1072), 0291- 2654993 (1072), 0291- 2624125, 0291- 2431646 પાલી મારવાડ: 0293- 2250324, 0293- 2250138, 0293- 2251072.